ઇન્સ્ટગ્રામથી મોરબીમાં રહેતી સગીરાના સંપર્કમાં આવેલ શખ્સે આચર્યું દુષ્કર્મ: 3 સામે ફરિયાદ
મોરબીમાં જલારામ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાંથી 59 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
SHARE
મોરબીમાં જલારામ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાંથી 59 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
મોરબીના નવલાખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં જલારામ એપાર્ટમેન્ટ સામેના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 59 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 6610 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે
મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર પાસે જલારામ એપાર્ટમેન્ટ નજીક જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 59 બોટલો મળી આવતા પોલીસે 6,610 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સુનિલ ઘોઘુભાઈ સારલા (37) રહે લાયન્સનગર મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા શાહિદાબેન હુસેનભાઇ કટિયા (22) અને હુસેનભાઇ હાજીભાઈ કટિયા (27) નામના બે વ્યક્તિ બાઈકમાં જઇ રહ્યા હતા ત્યારે સર્કિટ હાઉસ પાસે અજાણી કારના ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બંને વ્યક્તિઓને ઇજા થતાં તેણે સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
યુવતી સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં વિજયનગર મેઇન રોડ પાસે આવેલ અંબાજી ટાઉનશીપ ખાતે રહેતા સેજલબેન શ્રીરામભાઈ મૌર્ય (18) નામની યુવતી ઘરે હતી ત્યારે તેના પિતાએ બ્લેડ વડે ઇજા પહોંચાડતા ડાબા હાથમાં ઈજા પામેલ યુવતીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.