મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, ફોરેન્સિક પીએમ માટે ડેડબોડી રાજકોટ ખસેડાઇ


SHARE







મોરબીના મહેન્દ્રનગરમાં યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, ફોરેન્સિક પીએમ માટે ડેડબોડી રાજકોટ ખસેડાઇ

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામની ક્રાંતિજ્યોત સોસાયટીમાં ફલેટમાં રહેતા પટેલ યુવાનનો મૃતદેહ તેના ફલેટમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જોકે મૃતદેહ ડિકમ્પોઝ થઈ ગયેલ હોય પીએમ માટે મૃતદેહને રાજકોટ મેડીકલ કોલેજ ખાતે લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે ક્રાંતિજ્યોત સોસાયટીમાં ફલેટમાં રહેતા અને મૂળ મોડપર ગામના પંકજભાઇ ભગવાનજીભાઈ કગથરા પટેલ નામના ૪૦ વર્ષીય યુવાનનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ તેના રહેણાંક ફલેટમાંથી મળી આવ્યો હતો. જેથી મૃતદેહને પીએમ માટે અહીં મોરબીની સિવિલમાં લાવવામાં આવ્યો હતો જોકે મૃતકનું ડેડબોડી કોહવાઈ ગયેલી હાલતમાં હોય અને પીએમ ન થઈ શકે તેમ જણાતા રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને રાજકોટ લઇ જવામાં આવ્યો છે.બનાવને પગલે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ બનાવના કારણે અંગે આગળની તપાસ હાથ ધરી હતી જેમા ખૂલ્યું હતું કે મૃતક પંકજભાઈ ફલેટમાં એકલા હતા અને થોડા દિવસોથી તેઓના પત્ની તેમના માવતરે ગયા હતા અને તેમનો દસ વર્ષનો પુત્ર પણ માતાની સાથે મોસાળમાં ગયો હતો. દરમિયાનમાં ચારેક દિવસ અગાઉ પંકજભાઇનું મોત નીપજ્યું હોય અને દુર્ગંધ આવતા આડોશ પાડોશના લોકોએ તેઓના પત્નીને જાણ કરી હતી અને બાદમાં પોલીસને જાણ કરાતા મૃતદેહને પીએમ માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.વધુમાં પોલીસમાંથી મળતી માહિતી મુજબ મૃતક પંકજભાઇ નશો કરવાની ટેવવાળા હોય અને હાર્ટએટેકથી તેઓનું મોત નિપજયુ હોવાનું પ્રાથમિક અનુમાન છે.જોકે વિશેરા લઇને મોતનું ખરૂ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીના ગણેશનગર વિસ્તારમાં રહેતા દિપક ભેરૂલાલ માલવી નામના યુવાને ઉંદર મારવાની દવા તેમજ ફિનાઇલ એકીસાથે પી લેતાં તેને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોઝભાઇ સુમરાએ બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે હળવદના આનંદપાર્ક વિસ્તારમાં રહેતા તુષાર કમલેશ ધોળકીયા નામના ૧૯ વર્ષીય યુવાનને રાજકોટ ડી-માર્ટ મોલ નજીક વાહન અકસ્માતમાં ઈજા થતાં તુષાર ધોળકિયાને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળના ભાગમાં ઉમિયાનગર વિસ્તારમાં રહેતો અને મૂળ વિરવિદરકા ગામના રમેશ દાનાભાઇ બોસીયા નામના ૧૯ વર્ષીય યુવાનને લખધીરપુર રોડ પર આવેલ ગ્રીનસીટી સીરામીકમાં મારામારીમાં ઇજા થતાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.તાલુકા પોલીસે કરેલ તપાસમાં ખૂલ્યું હતું કે કાચા બિસ્કીટ (કાચી ટાઇલ્સ) માં નુકસાની આવતા કારખાનેદાર દ્વારા રમેશ બોસીયાને માર મારવામાં આવ્યો હતો.બનાવ અંગે જે.પી.કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News