વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ


SHARE







મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર પુલ બનાવવાનું કામ થયેલા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને ત્યાં વાહનોની અવરજવર થઈ શકે તે માટે ડેમી નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જોકે ડેમી નદીનું પાણી ડાયવર્ઝન ઉપર ફરી વળવાના કારણે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જેથી ભારે વાહનોની અવરજવર માટે હાલમાં રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે

રાજ્યમાં વરસાદના કારણે ઘણી જગ્યાએ રોડ રસ્તા ખોવાઈ ગયા છે અને વાહન વ્યવહારને બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દરમિયાન મોરબી તાલુકાની વાત કરીએ તો મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી પુલ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને નવા બની રહેલા પુલની બાજુમાંથી વાહનોની અવર-જવર થઈ શકે તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જોકે ડેમી નદીના વધુ પ્રમાણમાં પાણી આવવાના કારણે ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાઈ ગયું છે જેથી આમરણથી જોડિયા તરફ જવાનો રસ્તો હાલમાં બંધ થઈ ગયો છે

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત કચ્છ જિલ્લાથી માળીયા થઈને જામનગર તરફ જઈ શકાય તે માટે જે રોડ બનાવવામાં આવી રહ્યો છે તે રોડ ઉપર આમરણ નજીક મેલડી માતાજીના મંદિર પાસે પુલ બનાવની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે જોકે, શનિવારના દિવસ દરમિયાન ડેમી નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવા બની રહેલા પુલ પાસે વાહનોની અવર-જવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે ડાયવર્ઝન ઉપરથી પાણી વહી ગયા હતા જેથી સંપૂર્ણ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે હાલમાં બાઇક, સ્કૂટર, રીક્ષા જેવા નાના વાહનોને નવા બની રહેલા પુલ ઉપરથી અવરજવર શરૂ કરવામાં આવી છે જોકે ટ્રક, ડમ્પર, ટેન્કર સહિતના વાહનોની અવરજવર હજુ પણ બંધ છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે




Latest News