વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા


SHARE







હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા

હળવદ તાલુકાના જુના માલણીયા ગામ પાસેથી પસાર થતી કંકાવટી નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધી જવાના કારણે આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને ખાસ કરીને ખેતરની અંદર રહીને મજૂરી કામ કરતાં શ્રમજીવી પરિવારના બાળકો, મહિલા સહિત કુલ 12 લોકો પાણીની વચ્ચે જુદી જુદી જગ્યાએ ફસાઈ ગયા હતા તેને બહાર કાઢવા માટે  લાવવા માટે થઈને ફાયરની ટીમ કચ્છથી એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી અને અંદાજે 40 મિનિટમાં 2 મહિલા સહિત 5 લોકોને એનડીઆરએફ ની ટીમે પાણીની બહાર કાઢી લીધા હતા અને બાળકો સહિતના 7 લોકો તેના પરિવારજનો તેની પાસે પહોંચી જતા જાતે બહાર નીકળી gya હતા.

મોરબી જિલ્લામાં શનિવારના દિવસ દરમિયાન પાંચેય તાલુકાની અંદર વરસાદ  હતો જેમાં સૌથી વધુ વરસાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં હતો જોકે ધીમી ધારે વરસાદ પડ્યો હોવાના કારણે નવ ઇંચ જેટલો વરસાદ થયો તેમ છતાં પણ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં કોઈ જગ્યાએ કોઈ મોટા પ્રમાણમાં નુકસાન થયું નથી અને કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ ફસાયા નથી પરંતુ હળવદ તાલુકામાં શનિવારે દિવસ દરમિયાન સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને સાંજના છ વાગ્યા પછી વરસાદે વિરામ લીધો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો

પરંતુ હળવદના જુના માલણીયાદ ગામ પાસે કંકાવટી નદીમાં મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવ્યો હોવાના કારણે ખેતીમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના મહિલા, બાળકો સહિત પાંચ વ્યક્તિ એક જગ્યાએ ફસાયેલા હતા અને અન્ય જુદી જુદી વાડીમાં 7 લોકો ફસાયેલા હતા આમ કુલ 12 લોકો જુદી જુદી જગ્યા ઉપર ફસાયા હતા તેને બહાર કાઢવા માટે હળવદ પાલિકાની ફાયરની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એસડીઆરએફની ટીમને સ્થળ ઉપર મોકલવામાં આવી હતી પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી લોકોને સલામત રીતે બહાર કાઢવા મુશ્કેલ જણાતું હતું

જેથી કલેક્ટર દ્વારા સરકારમાં જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ એનડીઆરએફની ટીમને કચ્છથી જુના માલણીયાદ ગામે મોકલવામાં આવી હતી. જેની મદદથી પાણીની વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. હળવદના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાએ જણાવ્યું હતું કે, જુના માલણીયાદ ગામે એનડીઆરએફની ટીમ રવિવારે સવારે 3:30 કલાકે પહોંચી હતી અને 4:15 વાગ્યે  પાણીની વચ્ચે ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જોકે, નદીના સામાકાંઠે ખેતરમાં ફસાયેલા બાળકો સહિતના 7 લોકો પાસે બીજી બાજુથી તેના પરિવારજનો પહોંચી ગયા હતા જેથી તે લોકો ત્યાંથી સલામત રીતે પાણીમાંથી બહાર નીકળી ગયા હતા.




Latest News