ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા


SHARE







મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા

મોરબીના તળાવીયા સનાળા ગામે ભારે વરસાદના કારણે કોળીવાસમાં રહેતા એક બીમાર વૃદ્ધ પોતાના ઘરમાં પાણીમાં ફસાઈ ગયા હતા જે અંગેની જાણ તંત્ર અને પોલીસ વિભાગને થતા પોલીસ અને સ્થાનિક લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યારબાદ પાણીની વચ્ચે ફસાયેલા વૃદ્ધને ખાટલામાં રાખીને ખભા ઉપર ખટલો લઈને તેઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે.

મોરબી તાલુકામાં આજે 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા જો કે, મોરબીના તળાવિયા સનાળા ગામે ચોમેર પાણી ભરાઈ ગયું હતું અને ખાસ કરીને કોળીવાસમાં રહેતા વૃદ્ધ તાવ હોવાના કારણે પોતાના ઘરની અંદર ફસાયા હતા જે અંગેની જાણ પોલીસ અને તલાટિ મંત્રી સહિતનાઓને કરવામાં આવી હતી જેથી પોલીસ કર્મચારી સહિતના ત્યાં આવ્યા હતા અને ગળા ડૂબ પાણીમાં બીમારીના કારણે વૃદ્ધ પોતાના જ ઘરની અંદર હતા તેઓને હેમખેમ ખાટલા ઉપર રાખીને ખભા ઉપર ખાટલો લઈને પોલીસ કર્મચારી સહિતના લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદ 108 ને બોલાવીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતિ મુજબ વૃદ્ધ જે જગ્યાએ હતા ત્યાં  નીચાણ વાળો વિસ્તાર છે જેથી તેઓના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું જેથી તેઓને હેમખેમ બહાર કાઢ્યા હતા તેમજ અન્ય લોકોને પણ સુરક્ષિત જગ્યાએ રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી




Latest News