ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ


SHARE





મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ

 

મોરબીના ઘૂટું ગામે રહેતો યુવાન તેના ઘર નજીક રહેતા શખ્સને તેની પત્નીને માર નહીં મારવા માટે સમજવ્યું હતું જે સામેવાળાને સારું નહીં લાગતા યુવાનના ઘરે આવીને તેની માતાને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો દરમિયાન યુવાન ઘરે આવી જતા તેને લાકડાના ધોકા વડે છાતી અને પીઠના ભાગે માર માર્યો હતો જેથી યુવાનને પાંસળીમાં ફ્રેક્ચર અને ફેફસા તેમજ લીવરમાં ઈજા થઈ હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે સામા પક્ષેથી પણ મહિલા સહિત 3 લોકોની સામે ફરિયાદ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકાના ઘુટુ ગામે નવા પ્લોટમાં દાળમળ દાદાના મંદિરની પાછળના ભાગમાં રહેતા કિશનભાઇ ગેલાભાઈ સોલંકી (27)હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપભાઇ દિનેશભાઈ રાઠોડ, દિનેશભાઈ રાઠોડ તથા રેખાબેન રહે. બધા ઘૂટું વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી જયદીપભાઇને તેની પત્નીને માર ન મારવા માટે થઈને ફરિયાદી સમજાવવા ગયો હતો જે તેને સારું નહીં લાગતા જયદીપભાઇ તથા રેખાબેનએ ફરિયાદીના ઘરે જઈને ફરિયાદીની માતા રમીલાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા રેખાબેનને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી તેવામાં ફરિયાદી ત્યાં આવી જતા તેને જયદીપભાઇ અને દિનેશભાઈએ ધોકા વડે છાતી અને પીઠના ભાગે માર માર્યો હતો જેથી કરીને ફરિયાદીને છાતીના ભાગે જમણી બાજુએ પાંસળીમાં ફ્રેક્ચર અને ફેફસામાં તેમજ લીવરમાં ઇજા કરી હતી અને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં દિનેશભાઈ જેરામભાઈ રાઠોડ (57)એ કિશનભાઇ ગેલાભાઈ સોલંકી, મનોજભાઈ ગેલાભાઈ સોલંકી અને રમીલાબેન ગેલાભાઈ સોલંકી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, જયદીપભાઇ તથા દીપિકાબેન આરોપી રમીલાબેનને સમજાવવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને સાહેને ગાળો આપી હતી અને કિશનને ફોન કરીને બોલાવતા અને ત્યાં આવીને સાહેદને ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો જેથી ફરિયાદી વચ્ચે છોડાવવા માટે પડતા તેને આરોપી મનોજભાઈએ લાકડાના ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત આધેડે સારવાર લીધા બાદ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News