મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન
Breaking news
Morbi Today

રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી


SHARE







































રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી

રોટરી ક્લબ ઓફ મોરબીનો વર્ષ 2026-27 નો પદગ્રહણ સમારંભ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ તરીકે હુઝૈફાભાઈ લાકડાવાલા તથા સેક્રેટરી તરીકે સોનલબેન શાહની વરણી કરવામાં આવેલ છે આ તકે આસિસ્ટન્ટ ગવર્નર રોટે. હર્ષિતભાઈ શાહ જે રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સભ્ય છે તેમના દ્વારા શપથવિધિ કરાવવામાં આવી હતી. તેઓએ પ્રેસિડેન્ટ, સેક્રેટરી તથા બોર્ડ ઓફ ડિરેક્ટરની શપથવિધિ કરાવી હતી. અને રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ઓલયંકા બાબાલોલા દ્વારા આ વર્ષની થીમ ક્રિએટ લાસ્ટિંગ ઇમ્પેક્ટ આપવામાં આવી છે તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટે. નિલેશભાઈ શાહ દ્વારા આ વર્ષની ડીસ્ટ્રીકટ 3060 ની ટીમને ટિમ બિલિવર્સ તરીકે જાહેર કરવામાં આવી છે. આ તકે રોટરી ક્લબ ઓફ હળવદના સભ્યો હાજર રહ્યા હતા તથા રોટરી ક્લબ ઓફ મોરબીના સભ્યો અને સ્નેહીજનો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
















Latest News