સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE





મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ

હવામાન વિભાગની આગાહી અનુસાર તા. ૩૧ જુલાઈ થી ૦૨ ઓગસ્ટ દરમિયાન મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને રાખીને પાક નુકસાની અટકાવવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તકેદારીના વિવિધ પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને હાલ પૂરતું પાકને પિયત આપવાનું બંધ રાખવા, ખેતરમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ જંતુનાશક દવાઓ અને ખાતરનો છંટકાવ ટાળવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત, ભારે પવનથી પાકને બચાવવા માટે જરૂરી ટેકા કે મંડપની વ્યવસ્થા કરવા અને હવામાન અંગેની સત્તાવાર માહિતી પર સતત નજર રાખવા જણાવાયું છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતમિત્રોને પોતાના વિસ્તારના ગ્રામસેવક, જિલ્લા ખેતીવાડી અધિકારી, KVK અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.



Latest News