ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ૨૫૫ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને બાળ અધિકારો અને સુરક્ષાનો સંદેશ અપાયો


SHARE



































મોરબી જીલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ૨૫૫ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને બાળ અધિકારો અને સુરક્ષાનો સંદેશ અપાયો

મોરબી જિલ્લામાં બાળકોના અધિકારોના રક્ષણ, સર્વાંગી વિકાસ અને સુરક્ષિત બાળપણને સુનિશ્ચિત કરતા સરકાર દ્વારા સંચાલિત ‘ચાઇલ્ડ હેલ્પલાઇન-૧૦૯૮’ સતત પ્રશંસનીય કામગીરી કરી રહી છે. ૦ થી ૧૮ વર્ષ સુધીના મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે ૨૪x૭ કાર્યરત આ ઇમરજન્સી સેવા બાળ શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન, ભિક્ષાવૃત્તિ અને બાળ તસ્કરી જેવા ગંભીર પ્રશ્નો સામે રક્ષણ આપી બાળકો અને સરકારી યોજનાઓ વચ્ચે એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરી રહી છે.


જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી હેઠળના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત મોરબી ચાઇલ્ડ હેલ્પલાઇનને સપ્ટેમ્બર-૨૦૨૫ થી જુલાઈ-૨૦૨૬ દરમિયાન કુલ ૫૫ કેસો પ્રાપ્ત થયા હતા. જેમાં ખોવાયેલા કે ત્યજી દેવાયેલા બાળકો અને બાળ લગ્ન અટકાવવા જેવા ૧૦ ગંભીર કેસ, કાઉન્સેલિંગ તથા શિક્ષણ ક્ષેત્રના ૪૩ સામાન્ય કોલ્સ અને ૨ માહિતીલક્ષી કોલ્સનો સમાવેશ થાય છે. આ તમામ કેસોમાં બાળકનું સુરક્ષિત રેસ્ક્યૂ, કાઉન્સેલિંગ, તબીબી સારવાર, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ રજૂઆત, શેલ્ટર હોમની વ્યવસ્થા તેમજ પરિવાર સાથે પુનઃમિલન જેવી મહત્વપૂર્ણ કાનૂની અને સામાજિક કાર્યવાહી ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી છે.

આ બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી યશપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માત્ર કેસોના નિવારણ સુધી સીમિત ન રહેતા, જનજાગૃતિ ક્ષેત્રે પણ ચાઇલ્ડ હેલ્પલાઇને નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. શાળા અને આંગણવાડી કક્ષાના ૯૭ કાર્યક્રમો મારફતે ૧૨,૫૯૬ બાળકોને તથા ૧૫૮ જાહેર કાર્યક્રમો દ્વારા ૭,૨૯૯ નાગરિકો મળી કુલ ૨૫૫ સેશન્સ દ્વારા ૧૯,૮૯૫ લોકોને બાળ અધિકારો પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે. "બાળકોની સુરક્ષા એ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે" ના સૂત્રને ચરિતાર્થ કરતાં, કોઈપણ બાળક મુશ્કેલીમાં જણાય તો તાકીદે ૨૪x૭ કાર્યરત ટોલ-ફ્રી નંબર ૧૦૯૮ પર અથવા ચાઇલ્ડ હેલ્પલાઇન, રૂમ નં. ૩૪, બ્લોક-સી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.


















Latest News