મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું


SHARE





મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું

મોરબીના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે મહેન્દ્રનગર ગામે એક લિફ્ટની અંદર છ લોકો ફસાઈ ગયા છે.જેથી પળવારનો વિચાર કર્યા વિના મોડી રાત્રિના બારેક વાગ્યે મોરબી ફાયરની ટીમ મહેન્દ્રનગર ગામે પહોંચી હતી.અને ત્યાં મહેન્દ્રનગર ગામે લિફ્ટમાં ફસાયેલા છ લોકોને મશીનરીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે મહેન્દ્રનગર ગામ નજીક આવેલ નાગરત્ન પ્લાઝામાં લીફ્ટમાં છ લોકો ફસાઈ ગયા હતા.આ બાબતે મોરબી ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી.અને લીફટમાં ફસાયેલ લોકોનું રેક્સ્યું શરૂ કર્યુ હતું.ફાયર ટીમ દ્વારા ત્યાં પહોંચી હોલ મેટ્રો સ્પેડર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી અને લીફ્ટનો દરવાજો ખોલીને તેમાં ફસાયેલા સચિનસિંહ વાળા, ક્રિપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યસ પટેલ, અનુજ વ્યાસ અને વિશ્વરાજસિંહ ડોડીયા એમ છ લોકોને સલામત રીતે બહાર કાઢયા હતા. #morbi #મોરબી 




Latest News