મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ


SHARE







મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ

સમગ્ર રાજ્યની અંદર હાલમાં મેઘરાજા ટી-20 મેચના પાવર પ્લેની જેમ બેટિંગ કરી રહ્યા છે અને ગામના ગામ પાણીમાં ડૂબી જાય તે પ્રકારનો વરસાદ પડી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લી 24 કલાકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો અને બે થી અઢી ઇંચ જેટલો વરસાદ પાંચેતાલુકામાં વરસી ગયો છે

મોરબી જિલ્લાના ખેડૂતો સહિતના લોકો છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ હોવાના કારણે હળવો ભારે વરસાદ મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર વરસી રહ્યો છે તેવામાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચેતાલુકામાં 24 કલાકમાં બે થી લઈને અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હાલમાં જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ ખાસ કરીને રાત્રિના 10 થી લઈને સવારના 6 વાગ્યા સુધીના સમય ગાળામાં પાંચેતાલુકાની અંદર ખૂબ સારો વરસાદ વરસ્યો છે જેમાં માળિયા તાલુકામાં 62 એમએમ, મોરબી તાલુકામાં 60 એમએમ, ટંકારા તાલુકામાં 51 એમએમ, વાંકાનેર તાલુકામાં 66 એમએમ અને હળવદ તાલુકામાં 57 એમએમ જેટલો વરસાદ વરસી ગયો છે અને જો ચાલુ વર્ષે સિઝનના વરસાદના આંકડા ઉપર નજર કરી તો મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં 184 એમએમ, મોરબી તાલુકામાં 191 એમએમ, ટંકારા તાલુકામાં 127 એમએમ, વાંકાનેર તાલુકામાં 134 એમએમ અને હળવદ તાલુકામાં 168 જેટલો વરસાદ વરસી ગયો છે અને હજુ પણ વરસાદી માહોલ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે અને ગમે ત્યારે આકાશમાંથી મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવા વાદળો જોવા મળી રહ્યા છે.




Latest News