ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ

મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ (MWUDA)ની મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર કરવાની કામગીરીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર તથા મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્ટેકહોલ્ડર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી કંપની લિમિટેડ (GTPCL) દ્વારા વિકાસ યોજના અંતર્ગત અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી તમામ ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

બેઠક દરમિયાન મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારના સુઆયોજિત અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી ભવિષ્યના રોડ નેટવર્ક, ઝોનિંગ, ટ્રાફિક વ્યવસ્થાપન, જાહેર પરિવહન, પર્યાવરણ સંરક્ષણ, ટ્રાન્સપોર્ટ નગર, પ્રવાસન વિકાસ, સામાજિક માળખાકીય સુવિધાઓ તેમજ મહાનગરપાલિકામાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોના ટકાઉ શહેરી વિકાસ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત સ્ટેકહોલ્ડર્સ પાસેથી સૂચનો અને અભિપ્રાયો મેળવી વિકાસ યોજનામાં તેનો સમાવેશ કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન પ્રાપ્ત થયેલા સૂચનો અને અભિપ્રાયોને પ્રવર્તમાન કાયદા, નિયમો તથા આયોજનના સિદ્ધાંતોને અનુરૂપ યોગ્ય રીતે ચકાસી મુસદ્દારૂપ વિકાસ યોજનાની આગામી પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે. સાથે જ વિકાસ યોજનાની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબિયા, મનપાના કમિશનર શ્રીમતી સંગીતા રૈયાણી સહિતના અધિકારીઓ તેમજ વિવિધ એસો.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News