ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ


SHARE







































મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ

મોરબીના રંગપર ગામે રહેતી પરણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાને મારવા માટે તેના પતિ, દિયર અને નણંદ દ્વારા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી જે ગુનામાં હવે પોલીસે મૃતક મહિલાના નણંદની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

રાજકોટમાં આવેલ બાબરીયા કોલોની શેરી નંબર 1 માં રહેતા શક્તિસિંહ બચુભા જાડેજા (22) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા હર્ષાબા ઝાલા રહે. સુરેન્દ્રનગર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે. બંને રંગપર વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓના બહેન ભક્તિબાને તેના નણંદ હર્ષાબા ઝાલા, પતિ રાજદીપસિંહ ઝાલા અને દિયર પરાક્રમસિંહ ઝાલાએ લગ્ન બાદથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને હર્ષાબાની ચડામણીથી ફરિયાદીની બહેનના પતિ અને દિયર દ્વારા દારૂ પીને અસહ્ય માથાકૂટ કરી દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો એટલૂ જ નહીં અવારનવાર ફરિયાદીની બહેનને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી જેથી ફરિયાદીના બહેન ભક્તિબાએ દુઃખ ત્રાસથી કંટાળીને પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું અને આપઘાત કર્યો હતો જેથી પરિણીતાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં અગાઉ પોલીસે મૃતક મહિલાના પતિ રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને દિયર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એસ. તિવારી અને તેની ટિમ દ્વારા મૃતક મહિલાના નણંદ આરોપી હર્ષાબા શક્તિસિંહ રાણા (33) રહે. 80 ફૂટનો રોડ કમલાબાગ સોસાયટી, સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રફાલેશ્વર ગામ પાસે કારખાનામાં રહેતા સુનીલ અભેસિંગ (27) નામના યુવાનને દરિયાલાલ હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વીજ શોક લાગ્યો

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામ પાસે ટ્રક ઉપર ચડીને વિજય ભુરાલાલ મકવાણા નામનો યુવાન કામ કરી રહ્યો હતો દરમિયાન ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયરમાંથી તેને શૉટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની પોલીસની જાણ કરવામાં આવી છે
















Latest News