મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક યોજાઈ


SHARE







મોરબી મહાપાલિકામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક યોજાઈ

મોરબી નગરના સર્વાંગી વિકાસને ગતિ આપવા અને સ્થાનિક જનસુખાકારીના પ્રશ્નોના કાયમી નિવારણ અર્થે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી મહાપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ સાથે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મંત્રીએ મોરબીના ઉજ્જવળ ભવિષ્ય માટે નગરની આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મંત્રીએ ઉપસ્થિત સૌને લોકપ્રતિનિધિ તરીકેની ગરિમા જાળવી રાખીને સંપૂર્ણ વહીવટી પારદર્શિતા સાથે પ્રજાલક્ષી કાર્યો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા ખાસ સૂચન કર્યું હતું. આ બેઠકમાં મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, કમિશનર શ્રીમતી સંગીતાબેન રૈયાણી તથા ડેપ્યુટી કમિશનર સંજય સોની મનપાની વિવિધ સમિતિઓના ચેરમેનઓ, કોર્પોરેટરો સહિતના હાજર રહ્યા હતા.






Latest News