મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કારકિર્દી સેમિનાર યોજાશે


SHARE







મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કારકિર્દી સેમિનાર યોજાશે

મોરબી જિલ્લાના સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેજસ્વી યુવાનોને ઘરઆંગણે સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના સંયુક્ત ઉપક્રમે આજે કારકિર્દી માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા

વર્તમાન સમયમાં યુવાનો યુપીએસસી જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે થઈને તૈયારીઓ કરતા હોય છે ત્યારે જો યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહેતો તેઓ ઝળહળથી સફળતા મેળવી શકે છે જેથી કરીને મોરબીમાં રોજગાર વિનિમય કચેરી તથા આઇટીઆઇ દ્વારા “UPSC/ GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો સહિતના વિદ્યાર્થી માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ શિવ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં જિલ્લા રોજગાર કચેરીના વિષય નિષ્ણાત કર્મચારીઓ અને કેરિયર કાઉન્સિલર્સ દ્વારા દેશ અને રાજ્ય સ્તરની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરવા, અભ્યાસક્રમની સમજ અને પરીક્ષા પાસ કરવાની વ્યૂહરચના વિશે વિસ્તૃત તેમજ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહ્યા હતા અને તેઓએ સરકારની વિવિધ યોજનાઓ અને ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ અને વિદેશ અભ્યાસ માટે જે સહાય મળે છે તેનો લાભ લઈને વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભણે અને જીવનમાં સારી કારકિર્દી બનાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આ તકે હાજર રહેલા મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, આઈટીઆઈ માં વિવિધ કોર્સ ચલાવીને યુવાનો પગભર થાય તેના માટે સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષાનો ગોલ સેટ કરીને વિદ્યાર્થીઓ દ્વારા જો તૈયારીઓ કરવામાં આવે તો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તેઓને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. આ સેમિનારમાં જિલ્લાના તમામ ઈચ્છુક યુવા ઉમેદવારો આવ્યા હતા અને કારકિર્દી માર્ગદર્શન સેમીનારનો લાભ લીધેલ હતો.






Latest News