મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના જુગારની 3 રેડમાં 4 શખ્સ પકડાયા


SHARE







મોરબીના જુગારની 3 રેડમાં 4 શખ્સ પકડાયા

મોરબીના ગાંધી ચોક પાસે જાહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે શખ્સોને પકડવામાં આવેલ છે જયારે નજર બાગ રેલ્વે સ્ટેશન નજીક અને યમુનાનગર પાસે વરલી જુગારની બે રેડ કરવામાં આવી હતી જેમાં એક એક આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબીના ગાંધી ચોક પાસે જાહેર રસ્તા ઉપર ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રવિ સવજીભાઈ ખાખરીયા (32) રહે. રણછોડનગર મોરબી તથા અમીન આસમભાઈ કુરેશી (38) રહે. રબારીવાસ જેલ ચોક પાસે મોરબી વાળા મળી આવેલ હોય પોલીસે તેની પાસેથી 5030 ની રોકડ કબજે કરી હતી અને મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર
મોરબીમાં ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રોહિતભાઈ મહેશભાઈ વારેવણીયા (21) રહે. સોઓરડી મેન રોડ સાગર પાનની બાજુમાં મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે તેની પાસેથી 1200 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા હરેશભાઈ પુરણભાઈ થાવરાણી (40) રહે. લાયન્સનગર ચરમરીયા દાદાના મંદિરની સામે મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1400 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News