મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી પાસે એક ક્રેટા અને બે સ્કોર્પીયો કારમાંથી રાજકોટના ચાર સહિત છ શખ્સો નશાની હાલતમાં પકડાયા


SHARE







મોરબી પાસે એક ક્રેટા અને બે સ્કોર્પીયો કારમાંથી રાજકોટના ચાર સહિત છ શખ્સો નશાની હાલતમાં પકડાયા,બિયરના બે ટીન પણ મળ્યા: લાલપર પાસે પગપાળા જતા બે યુવાનને વાહને હડફેટે લીધા

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન શનાળા ગામની પાસે આવેલા નાઈટ કાફે પાસેથી એક ક્રેટા કાર તેમજ બે સ્કોર્પીયો કારને ચેક કરી હતી. ત્યારે છ લોકો નશાની હાલતમાં મળી આવ્યા હતા.તેમજ બીયરના બે ટીન મળી આવતા મયુરસિંહ મહેન્દ્રસિંહ સોઢા દરબાર (23) રહે. પ્રદ્યુમનનગર પોલીસ લાઈન રાજકોટ, જયપાલસિંહ અનીલસિંહ રાઠોડ દરબાર (26) રહે. ખીજડાવાળો રોડ બાલાજી હોલ પાસે રાજકોટ, સોયેબ રફીક ચૌહાણ (26) રહે.નવી ઘાંચીવાડી જીલ્લા ગાર્ડન પાસે રાજકોટ, ધવલ જયેશભાઈ હણ રબારી (25) રહે.રબારી કોલોની રાજપર તા.મોરબી અને જયપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (28) રહે.શનાળા તા.મોરબી સામે પ્રોહીબીશન (દારૂ) એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માત
મોરબી-વાંકાનેર હાઇવે લાલપર ગામે શૈલેષ કાંટા નજીક વાહન અકસ્માત થયો હતો. જતેમાં પગપાળા જઇ રહેલા આરીફ જમીરભાઇ (40) રહે. ગાયત્રી ચેમ્બર વઘાસીયા ટોલનાકા પાસે વાંકાનેર અને ઉમેશ અશોકભાઇ મકવાણા રહે. રફાળેશ્ર્વર, તા. મોરબીને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા બંનેને મોરબી સિવિલે ખસેડાયા હતા. જ્યારે મોરબીના ઘુંટુ ગામે રીક્ષા આપવા બાબતે બોલાચાલી બાદ મારામારી થતાં રોશનબેન માંગરોેળીયા રહે. ઘુંટુને ઇજાઓ થતાં સિવિલે ખસેડાયા હતા.

કાર-રીક્ષા અકસ્માત
વાંકાનેર હાઇવે સરતાનપર ચોકડી પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા વિનોદ દેવજીભાઇ ચૌહાણ રહે. સો ઓરડી વિસ્તાર સામાકાંઠેને ઇજાઓ થતાં સિવિલ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યારે શનાળા રોડ ગુ.હા.બોર્ડમાં રહેતા મેઘનાબા ગીરીરાજસિંહએ કોઇ કારણોસર ફિનાઇલ પી લેતા તેઓને અત્રેની આયુષ હોસ્પીટલે ખસેડાયા હતા તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

તેમજ મોરબી જોધપર (નદી) ગામે વાડી વિસ્તારમાં કોઇ કારણોસર દવા પી લેતા રજીયાબેન જલાલખાન રહે. જોધપર (નદી) મોરબીને સીવીલે સારવાર માટે લવાયા હતા જેથી તાલુકા પીએસઆઇ ડી.ડી. જોગેલાએ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી






Latest News