મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની બે શાળાને વધુ એક વખત મળ્યું સંસ્કૃત સન્માન


SHARE







મોરબીની બે શાળાને વધુ એક વખત મળ્યું સંસ્કૃત સન્માન

સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ હતું કે, દર વર્ષે યોજાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમે મોરબીની સાર્થક વિદ્યામંદિર અને દ્વિતીય ક્રમે સરસ્વતી શિશુ મંદિરને સન્માન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે સંખ્યાની દ્રષ્ટિએ સમગ્ર પ્રાંતમાં સતત ત્રીજા વર્ષે મોરબી જિલ્લો પ્રથમ ક્રમે છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે મોરબીની બે શાળા આવી છે. જે સંસ્કૃત ભારતી તેમજ મોરબી માટે આ ગૌરવની ક્ષણો છે. સંસ્કૃત ભારતી ગુજરાત પ્રદેશ તેમજ સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, શિક્ષણ મંત્રી ડો પ્રદ્યુમનભાઈ વાજા, સંસ્કૃત સાહિત્ય અકાદમીના ડો. જયેન્દ્રસિંહ જાદવ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જગદીશ જોશી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. સુકાંત કુમાર સેનાપતિ અને પી.એમ પટેલ વગેરે સંસ્કૃત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News