મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

પેરોલ જંપ કરી ફરાર થયેલ મોરબીના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ


SHARE







પેરોલ જંપ કરી ફરાર થયેલ મોરબીના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ જેલના અધિકારી કે.જી.સિસોદિયા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંંધાવવામાં આવેલ છે.જેલના પાકા કામના આરોપી પ્રકાશ ચંદ્રકાંતભાઇ ઠાકર રહે.રાધાપાર્ક સોસાયટી વાવડી રોડ મોરબી સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ફરીયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રકાશભાઈ ઠાકર પાકા કામના કેદી હોય અને તા.૨૭-૩-૨૬ ના તેને જામીનમુક્ત થવા હુકમ થયો હતો.જે મુજબ દસ દિવસ માટે જેલ મુક્તિ હતી.તે અનુસાર તા.૯-૪-૨૬ ના રોજ જેલ મુક્ત કરવામાં આવેલ અને તેઓને તા.૨૦-૪-૨૬ ના રોજ જેલ ખાતે હાજર થવાનું હતું.જોકે તેઓ જેલ ખાતે હાજર થયા ન હોય અને પેરોલ જમ્પ કરીને ફરાક થયા હોય હાલ કે.જી.સિસોદિયા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જેલના પાકા કામના કેદી પ્રકાશ ચંદ્રકાંતભાઈ ઠાકર રહે.રાધાપાર્ક સોસાયટી વાવડી રોડ મોરબી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ સ્ટાફના વાલભા ચાવડા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

મારામારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પવિત્ર હોટલ પાસે પ્રોવિઝન સ્ટોર ખાતે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ભારતીબેન એજાજભાઈ માલા (૨૫) રહે.નવલખી રોડ મોરબીને ઇજા થયેલ હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે રાત્રિના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલ પ્રવીણભાઈ અમરશીભાઈ ભાટી (૨૭) નામના યુવાનને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તે રીતે જ મોરબીના હળવદ રોડ ઉંચી માંડલ ગામ પાસે થયેલ મારામારીની ઘટનામાં ઈજા પામેલ અંકિત બાબુભાઈ (૨૧), શિવકુમાર (૨૯) અને સત્યમ વર્મા (૧૮) નામના ત્રણ લોકોને ઈજા થઈ હતી.આ બાબતે હોસ્પિટલમાં યાદી આવતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા જયોત્સનાબેન ઈશ્વરભાઈ રાઠોડ નામના ૪૦ વર્ષના મહિલાને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગત પ્રમાણે તેઓ ગીડચથી પાનેલી ગામે જઇ રહ્યા હતા.તેઓ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેમની સાડી બાઈકમાં ફસાઈ જવાથી તેઓ પડી ગયા હોય ઇજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના બગથળા ગામે રહેતા વિનયભાઈ નરસીભાઈ માવી નામના ૨૭ વર્ષના યુવાને દવા પી લેતા તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લવાયો હતો અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ગિરીશભાઈ મારીણીયા દ્રારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ મોટો સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની મેઘાબેન મોહિતભાઈ ઠાકોર નામની ૧૬ વર્ષની યુવતીએ કોઈ કારણોસર ક્વાર્ટર ખાતે એસિડ પી લીધું હતું. જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના માટેલ રોડ ઉપરના સ્પેન્ટીકા સીરામીક પાસે સવિતાબેન જામપ્રસાદ વર્મા નામના ૨૨ વર્ષની મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી જતા પ્રથમ ઢુવા પીએચસી ખાતે અને બાદમાં સિવિલ સ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી વાવડી રોડ પટેલ વાડી પાસે રહેતા મુકેશભાઈ ગોરધનભાઈ ડાભી નામના ૩૬ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થયેલ હોય તેને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.






Latest News