મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં  નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સ્વસ્થ મેનોપોઝ, સુખી સ્ત્રી મહિલાઓ માટે સેમિનાર યોજાયો


SHARE







મોરબીમાં  નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સ્વસ્થ મેનોપોઝ, સુખી સ્ત્રી મહિલાઓ માટે સેમિનાર યોજાયો

મોરબીની મહિલાઓમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કરવા માટે નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા  શનાળા રોડ પર આવેલા સંસ્કારધામ હોલ ખાતે ' સ્વસ્થ મેનોપોઝ, સુખી સ્ત્રી  : ડૉ. હેમાબેન પટેલ સાથે વિશેષ ચર્ચા' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી આશરે ૨૫૦થી વધુ મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમની શરૂઆતમાં નિર્શિવ ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર આરતીબેનાં અને રોહનભાઈ રાંકજા દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

આ સેમિનાર દરમિયાન મુખ્ય વક્તા ડૉ. હેમાબેન પટેલે ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરે મહિલાઓના જીવનમાં આવતા મેનોપોઝ (ઋતુનિવૃત્તિ)ના તબક્કા વિશે વિસ્તૃત અને અત્યંત સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મેનોપોઝ દરમિયાન થતા હોર્મોનલ બદલાવો, અચાનક ગરમી લાગવી (હોટ ફ્લેશ), ઊંઘની સમસ્યા જેવા શારીરિક ફેરફારો તેમજ તણાવ, ચિંતા અને ચીડિયાપણું જેવા માનસિક પડકારો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો. આ સાથે જ મહિલાઓને આ ઉંમરે પણ ચપળ અને ઊર્જાવાન રહેવા માટે યોગ્ય આહાર, નિયમિત કસરત અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાની ખાસ સલાહ આપી હતી.આ કાર્યક્રમનું સૌથી મહત્વનું પાસું ઓપન પ્રશ્નોત્તરી રહ્યું હતું, જેમાં ઉપસ્થિત મહિલાઓએ કોઈપણ સંકોચ રાખ્યા વિના પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતી મૂંઝવણો ડૉક્ટર સમક્ષ રજૂ કરી હતી. ડૉ. હેમાબેન દ્વારા તમામ બહેનોના પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સંતોષકારક જવાબો આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સુચારુ રૂપે સફળ બનાવવામાં નિર્શિવ ફાઉન્ડેશનની ટીમ અદિતિ વિરમગામા , ભક્તિ મારવાણીયા, ભૂમિ દેત્રોજા,બંસી વિડજા, શ્રુતિ રાંકજા, મીરા યશ પટેલએ જહેમત ઉઠાવી હતી.






Latest News