મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડા નાયણી ગામ પાસેથી એલસીબીની ટીમે કારમાંથી 836 બોટલ દારૂ પકડ્યો, 8.10 લાખનો મુદામાલ કબ્જે


SHARE







વાંકાનેરના કોટડા નાયણી ગામ પાસેથી એલસીબીની ટીમે કારમાંથી 836 બોટલ દારૂ પકડ્યો, 8.10 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના કોટડા નાયણી ગામ તરફ જવાના રસ્તા ઉપર એલસીબીની ટીમ વોચ હતી ત્યારે મળેલ બાતમી મુજબની ક્રેટા કાર ત્યાંથી પસાર થઈ રહી હતી તેને રોકવા માટેનો પ્રયત્ન કર્યો હતો જો કે, કારના ચાલકે કારને હંકારી મૂકી હતી અને આગળ જઈને નદીના પટમાં કારને છોડીને તેનો વાહન ચાલક નાસી છૂટ્યો હતો ત્યારબાદ પોલીસે કારને ચેક કરતા તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 836 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને 8.10 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં કારમાં ચાલક, દારૂ મોકલાવનાર અને મંગાવનારની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં કોમ્બિંગમાં હતી દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, સફેદ કલરની ક્રેટા ગાડી નં જીજે 1 આરવાય 9981 માં દારૂનો જથ્થો ભરીને તેની હેરાફેરી કરવામાં આવનાર છે જેથી પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી ત્યારે વાંકાનેર તરફથી વાલાસણ ગામ તરફ જઈ રહેલી ક્રેટા કારને રોકવા માટે એલસીબીની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ક્રેટા કારના ચાલકે કારને મારી મૂકી હતી અને આગળ જઈને કોટડા નાયાણી ગામ તરફ જવાના રસ્તા ઉપર નદીના પટમાં કાર ચાલક તેની કારને રેઢી મૂકીને નાસી છૂટ્યો હોય પોલીસ દ્વારા કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 836 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,10,420 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 5 લાખ રૂપિયાની કિંમતનો કાર આમ કુલ મળીને 8,10,420 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રેટા કારના ચાલક, દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનારની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ પીએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News