મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી


SHARE





મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી

 

મોરબીના જોધપર નદી ગામે રહેતી પરણીતાને તેના સાસુ, જેઠ અને જેઠાણી દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને કંટાળી જઈને મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબીના જોધપર નદી ગામે આંબારામભાઈની વાડીએ રહેતા રજિયાબેન જબારખાન બ્લોચ (22એ હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે જરીનાબેન મીરખાન બ્લોચજનમબેન મહમદખાન બ્લોચ અને રૂસ્તમખાન મીરખાન બલોચ રહે. બધા હડમતીયા ગામે જયેશભાઈ પટેલની વાડીએ તાલુકો ટંકારા મૂળ રહે.બનાસકાંઠા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે તેઓને તેના સાસુ ઝરીનાબેન, જેઠ રૂસ્તમભાઈ અને જેઠાણી જેનમબેન દ્વારા મેણાંટોણા મારીને શરરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેનાથી કંટાળી જઈને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

જાહેરનામાનો ભંગ

હળવદની સરા ચોકડી પાસે ક્રોસ રોડ હોટલની પાછળના ભાગમાં આવેલા કોમ્પ્લેક્સમાં લોટસ સ્પા આવેલું છે અને ત્યાં કામ કરતા કર્મચારીઓના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હતા જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય સ્પાના સંચાલક મંગાભાઈ હીરાભાઈ રાજપરા (39) રહે.હળવદની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News