મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ ! મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામના સ્મશાન નજીક રોડ સાઈડમાં બંધ પડેલા આઇસર ટ્રકની પાછળના ભાગમાં સીએનજી રીક્ષા અથડાઈ હતી જે બનાવમાં રીક્ષા ચાલકને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીરના મંદિરની પાસે રહેતા વિજયભાઈ મૂળજીભાઈ મુછડીયા પોતાની રીક્ષા નંબર જીજે 36 યુ 1952 લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલા લાલપર ગામના સ્મશાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સર્વિસ રોડ ઉપર બંધ પડેલા આઇસર નંબર જીજે 36 વી 8544 ની પાછળના ભાગમાં તેની રીક્ષા અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં વિજયભાઈને માથા તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું ત્યાર બાદ અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ દિનેશભાઈ મૂળજીભાઈ મુછડીયા (33) રહે. સોઓરડી રામદેવપીરના મંદિર પાસે મોરબી વાળાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાહેરનામાના ભંગની ફરિયાદ

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મેન બજારમાં આવેલ યાદવ સ્ટોર નામની દુકાનમાં ચેક કરવામાં આવતા ત્યાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રે 12 નંગ મળી આવતા પોલીસે 360 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દુકાનદાર રવિભાઈ જીતુભાઈ બોરીચા (29) રહે. વાણીયા શેરી જવાસા રોડ વાંકાનેર વાળાને પકડીને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News