મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર


SHARE







મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી અને ખાસ કરીને 4200 ગ્રેડ પે ની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી ન્યાયિક માંગને બળ આપવા માટે મોરબીમાં શિક્ષકોનું સ્નેહમિલન યોજાયું હતું.

સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો સ્નેહમિલનના કાર્યક્રમમાં આવ્યા હતા અને પડતર માંગણીઓ માટે એકજૂથ થઈને પોતાનો સૂર બુલંદ કર્યો હતો. અને તેઓની રજૂઆત સરકાર સુધી પહોચે તે માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘતેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોને પણ આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. અને ધો. 6 થી 8 ના શિક્ષકોએ 4200 ગ્રેડ પે તેમનો હક હોવાની રજૂઆત તથ્યો સાથે સંઘના હોદ્દેદારો સમક્ષ મૂકી હતી. શિક્ષકોની રજૂઆતો અને લાગણીઓને હોદ્દેદારોએ સાંભળીને આ પ્રશ્નને રાજ્ય કક્ષાએ સક્ષમ સત્તાધીશો સમક્ષ યોગ્ય મંચ પર રજૂ કરી સકારાત્મક ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં જિલ્લા તેમજ રાજ્ય સ્તરે આ માંગણીને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.






Latest News