મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો


SHARE







મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો

મોરબીના જુના સાદૂળકા ગામની સીમમાં આવેલ કારખાના પાસે યુવાને તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના જુના સાદૂળકા ગામની સીમમાં આવેલ લેમીકોન વુડલેન્ડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ખીમરાજભાઈ મેડા (32)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, કારખાનાના બહારના ભાગમાં તેઓએ પોતાનું બાઈક નંબર એમપી 45 ઝેડ 1885 પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે ધરમપુર રોડ ઉપર આવેલ મંદિર પાસેથી આરોપી અલ્લારખાભાઈ કાસમભાઇ કાણા રહે. વનાળીયા વાળાની ધરપકડ કરે છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ 70 હજારનું બાઈક કબજે કરવામાં આવ્યું છે.






Latest News