મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી


SHARE







રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી

મોરબીના જેતપર ગામેથી વીજપોલના વળતર માટેનું આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગુરુવારે રાતે જેતપર ગામે અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, વડોદરા સહિતના 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચોને બોલાવવામાં આવ્યા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં વીજ કંપની પાસેથી વધુમાં વધુ વળતર મેળવવા માટે કેવું આંદોલન કરવું જોઈએ તેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ આંદોલનની રણનીતિ નક્કી કરવામાં માટેના સૂચનો મેળવવામાં આવ્યા હતા.

મોરબીના જેતપર ગામેથી આંદોલન પાર્ટ 3 માટેનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન પાર્ટ 3 માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જો પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે. દરમ્યાન ગુરુવારે રાતે જે 12 જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠાપાટણસુરેન્દ્રનગર, અમદાવાદઆણંદવડોદર, ભરુચસુરતવાવ-થરાદમહેસાણાગાંધીનર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતા. 

આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જો ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પૂરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ભાજપ વિરોધી મતદાન કરતા પણ ખેડૂતો અચકાશે નહીં અને આગામી સમયમાં આંદોલન પાર્ટ 3 શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે અને તાજેતરમાં સરકાર દ્વારા વીજ કંપનીના વીજ પોલ અને કોરિડોર માટે વળતરનો જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેને 12 જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવ્યો છે

અમદાવાદના ગજેન્દ્રસિંહ ઝાલા, દ્વારકાના પ્રગ્નેશ પટેલ, પાટણના પ્રકાશ ચોધરી સહિતના ખેડૂતોએ કહ્યું હતું કે, જે રીતે રાજસ્થાનમાં સરકાર ચાર ગણું વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાતમાં ખેડૂતોને પણ ચાર ગણું વળતર જોઈએ અને તે નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ તેવી ચેતવણી આપવામાં આવી છે જેતપર આંદોલન સમિતિના સભ્ય નિકેતભાઈ પંચાસરા અને રાકેશભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં ગુજરાતના 24 જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા છે અને તેઓએ પોતાના સૂચન આપ્યા છે હવેમાંથી સરકાર સમક્ષ માંગણી મૂકવા માટેના મુદા તૈયાર કરવામાં આવશે ત્યાર બાદ આગામી દિવસોમાં જિલ્લાતાલુકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આયોજન પૂર્વક વીજપોલના વળતર માટે આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવશે.






Latest News