મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાનાની અંદર યુવાન લાદી ઉપાડવાનું કામ કરતો હતો ત્યારે તેને ચક્કર આવતા યુવાન પડી ગયો હતો જેથી તે યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ નજીક આવેલા સિરામિકના કારખાનામાં લાદી ઉપાડવાનું કામ કરતા સમયે ભીમાભાઇ હેમરાજભાઈ (21) નામના યુવાનને ચક્કર આવતા તે પડી ગયો હતો અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં ચાર ગોડાઉન પાસે રહેતા રવિપ્રસાદ વસંતભાઈ ભુશાલ (26) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

સગીરા સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપ ખાતે રહેતી દ્રષ્ટિ મહેશભાઈ (16) નામની સગીરા કોઈ કારણોસર દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી






Latest News