મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો


SHARE







મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો

મોરબી બી ડિવિઝન પોલીસ મથકના દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચી લીધો હતો.મોરબી એલસીબી-પેરોલ ફર્લો સ્કવોડ પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલા દારૂના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર હિતેષભાઇ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા ભરવાડ (ઉ.વ.૨૭) રહે.કુબેરટોકીઝ પાછળ ધાર ઉપર તા.જી.મોરબી મુળ રહે.ચીખલી તા.માળીયા(મીં)જી.મોરબી મળી આવતા તેની અટકાયત કરીને તરપાસના કામે બી ડિવીઝન પોલીસ હવાલે કર્યો હતો.

દારૂના ચપલા સાથે પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીને આધારે શહેરના સામાકાંઠે આવેલ રામકૃષ્ણનગરમાં ડીલક્ષ પાન વાળી શેરીમાં આવેલ મકાનમાં રેડ કરી હતી.ત્યારે ત્યાં ઘરમાંથી દારૂના ૩૫ ચપલા મળી આવતા રૂપિયા ૪૯૩૫ ની કિંમતનો દારૂ પકડ્યો હતો અને તેમાં નવઘણ ઉર્ફે ભોલો મનુભાઈ ડુંગરાનું નામ ખુલતા તેને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા હતા.તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે વોચ તપાસ ગોઠવી હતી અને પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના તળાવીયા શનાળા ગામે બાવળની કાટ નજીક શંકાસ્પદ જણાતા વ્યક્તિને પકડીને તેની ઉલટ તપાસ કરતા તેની પાસેથી દારૂના ૧૭ ચપલા (નાની બોટલ) મળી આવ્યા હતા.જેથી રૂપિયા ૧૩૬૦ ની કિંમતના દારૂ સાથે રોહિત રાજેશ કગથરા કોળી (૧૯) રહે. તળાવીયા શનાળા તા.મોરબી ને પકડીને તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.






Latest News