મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી


SHARE







મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા રીક્ષામા બેસેલ પેસેન્જરના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર હરીયાણાની આંતરરાજ્ય ટોળકીની મહિલાને મોરબી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી લીધી હતી અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં ઓટો રીક્ષામા પેસેન્જરના સ્વાંગમાં બેસી અન્ય બેઠેલ પેસેન્જરોના દર દાગીનાની ચોરીઓના બનાવો બનેલ હતા તેવામાં મોરબી નવા બસ સ્ટેશન પાસે અને સુપર ટોકીઝ નજીક બે પુરૂષ તથા છ મહિલાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હતા જેથી  મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં મહિલાઓની પુછપરછ કરવામાં આવી હતી ત્યારે સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી તેઓને એલ.સી.બી. કચેરીએ લાવીને પોલીસે આગવી ઢબે પુછપરછ કરી હતી દરમ્યાન એક મહિલા રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનુ સામે આવ્યું હતું તેમજ બે પુરૂષો પૈકીના સરીફઅહેમદ રમઝાનખાન ઇસાક ખાન ફકીર તથા મહિલાઓ પૈકી પુષ્પાબેન રામપાલ વર્ષ 2025 માં સુરત શહેરમા ચોરીના ગુનામા પકડાયેલ હોવાનુ સામે આવ્યું હતું જેથી ઓટો રીક્ષામા મુસાફરી કરતા પેસેન્જરો સાથે બેસીને તેઓની નજર ચુકવીને બેગ/ પર્સમાંથી રોકડ રકમ તથા કિંમત સોનાના દાગીનાની ચોરી કરવાની ટેવા વાળા હોવાનું સામે આવ્યું હતું જો કે, મોરબીમાં ગુનાને અંજામ આપે તે પહેલા હરીયાણાની આંતરરાજ્ય ટોળકીના બે પુરૂષ તથા છ મહિલાઓને એલસીબીને ઝડપી લીધા હતા.

હાલમાં જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેમાં સરીફઅહેમદ રમઝાનખાન ફકીર (30) રહે. પીંગોરગામ જુમ્મામસ્જીદ પાસે, તા.હોડલ હરિયાણા, રવી ભુરાસિંગ ચમાર (26) રહે. ફતેપુર બીલોચ, મહાદેવ કોલોની તા.બલ્લવડ હરીયાણા, મમતાબેન રવી ચમાર (25) રહે. ફતેપુર બીલોચ, મહાદેવ કોલોની તા.બલ્લવડ હરીયાણા, પુષ્પાબેન રામપાલ ચમાર (50) રહે. પીંગોર, પલવર હરીયાણા, સુમન સેરા ચમાર (30) રહે.પીંગોર, પલવર તા. સદર હરીયાણા અને ક્રાંતિ નિસુ ચમાર (20) રહે.પીંગોર, પલવર હરીયાણા, ક્રિષ્ના રામપાલ ચમાર (18) રહે. પીંગોર, પલવર હરીયાણા અને પુનમબેન રાજકુમાર ચમાર (35) રહે. પીંગોરગામ, નાલાની પાસે તા.હોડલ હરિયાણા વાળાનો સમાવેશ થાય છે અને આરોપી પુનમબેન ચમાર રાજકોટમાં ચોરીના ગુનામા સંડોવાયેલ છે જેથી આ અંગેની ગાંધીગ્રામ પોલીસ ખાતે સોંપી દેવામાં આવેલ છે. અને હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપીયા 9400, એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 9900 નો મુદામાલ કબજે કરેલ છે કામગીરી એલસીબીના પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ સાહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.






Latest News