મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ


SHARE







મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ

કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ત્વરિત કમાન્ડ અને પ્રતિક્રિયા આપવાના ઉમદા આશયથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાત દિવસીય વિશેષ યુવા આપદામિત્ર સ્કીમ” (YAMS) તાલીમ શિબિરનું સફળ સમાપન થયું છે.

જિલ્લા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-મોરબી અને સ્પીપા’ (SPIPA) ના સંયુક્ત સંકલનથી ગત તા. ૦૧ જુલાઈથી મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે આ સુચારૂ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશેષ કેમ્પમાં એન.એસ.એસ. (NSS) ના ૧૮ અને મેરા યુવા ભારત’ (MY Bharat) ના ૩૭ મળી કુલ ૫૫ ઉત્સાહી તાલીમાર્થીઓને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF જુથ-૩, મંડાણા) ના અનુભવી પોલીસ જવાનો દ્વારા બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીની બચાવ અને રાહત કામગીરીનું સઘન પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ તાલીમ દરમિયાન યુવાનો આપત્તિના સમયે વહીવટી તંત્રની વાસ્તવિક ફિલ્ડ કામગીરીથી પરિચિત થાય તે માટે બે વિશેષ પ્રેક્ટિકલ સેશન યોજાયા હતા. જેમાં તા. ૦૪ જુલાઈના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ ‘EMBITO Granito LLP’ કંપની ખાતે પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો પર સઘન મોક ડ્રીલ યોજી ફાયર, પોલીસ, જીપીસીબી અને ૧૦૮ જેવી આપત્તિ વ્યવસ્થાપનની લાઇન ડિપાર્ટમેન્ટ્સની ટીમો સાથે ત્વરિત લાઈવ રેસ્ક્યૂ ઓપરેશનની સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ, તા. ૦૬ જુલાઈના રોજ એસ.ડી.આર.એફ. (SDRF) ટીમ દ્વારા મચ્છુ-૧ ડેમ ખાતે કોઈ વ્યક્તિ ડેમ, નદી કે તળાવમાં ડૂબે ત્યારે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી બચાવી શકાય તેની જીવંત ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવી હતી.

તાલીમના આખરી દિવસે એટલે કે તા. ૭ જુલાઈના રોજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નિયામક, મોરબી પ્રાંત અધિકારી, ડિઝાસ્ટર મામલતદાર અને પીઆઇ દ્વારા તમામ સફળ તાલીમાર્થીઓને યુવા આપદામિત્રતરીકેના સત્તાવાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રેરક પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ તેમજ એન.એસ.એસ. ના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયુર જાની અને એમ.વાય.બી.ના કો-ઓર્ડિનેટર સ્વરૂપ દેસાઈ સહિતની ટીમે તમામ નવયુવાનોને ભવિષ્યમાં કોઈપણ આપદાના સમયે વહીવટી તંત્ર સાથે ખડેપગે ઊભા રહીને માનવતાવાદી કાર્ય કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News