મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત

મોરબીના રાજપર ચાચાપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરની અંદર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા આવી જ રીતે મોરબીના લક્ષ્મીનગર ગામની સીમ વિસ્તારમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનના સાત વર્ષના દીકરાને ઉલ્ટી થયા બાદ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેને સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં બાળકનું મોત થયું હતું જે બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મોરબીના રાજપર ચાચાપર રોડ ઉપર આવેલ રબારી કોલોની સામેના ભાગમાં સદગુરુ કોટન પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની લેબર કોલોનીના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કમલેશ રકસિંહ મંડલોઇ (24) નામના યુવાને કોઈપણ કારણોસર લેબર કોલોનીમાં આવેલ પોતાના રૂમની બાજુમાં આવેલ ખાલી પડેલા રૂમમાં છતમાં લગાવેલા હુકની સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ કુંવરસિંહ રકસિંહ મંડલોઇ (33) રહે . હાલ રાણાવાવ તાલુકો પોરબંદર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ગુરુકુળ નજીક પ્રભુભાઈ શેઠની વાડીએ રહીને મજૂરી કામ કરતાં રવિભાઈ દૂડવેના સાત વર્ષના દીકરા પિંકી દૂવેને વાડીએ હતો ત્યારે ઉલટી થઈ હતી અને ત્યારબાદ ગળામાં શ્વાસ લેવામાં તેને શ્વાસ રૂંધાતો હતો જેથી 108 મારફતે તે બાળકને તેના પિતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.






Latest News