મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં ઓટલા ઉપરથી નીચે પટકાતા માથામાં ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત


SHARE







મોરબી નજીક સિરામિક કારખાનામાં ઓટલા ઉપરથી નીચે ટકાતા માથામાં ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટર પાસે ઓટલા ઉપર બેઠેલ મહિલા બે ફૂટ ઊંચા ઓટલા ઉપરથી નીચે પડતા તેને માથાના ભાગે ઇજા થઈ હોય સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લધીરપુર રોડ ઉપર ઘુટુ ગામની સીમમાં આવેલ સુઝલોન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા સપનાબેન દીપકભાઈ આદિવાસી (28) નામના મહિલા ઓટલા ઉપર બેઠા હતા ત્યારે બે ફૂટ ઊંચા ઓટલા ઉપરથી નીચે પડી જવાના કારણે તે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કનુબેન કાળુભાઈ (31) નામના મહિલા બગથળા તરફ જવાના રસ્તા ઉપર આવેલ ફાટક નજીક હતા ત્યારે ત્યાં તેને ઝેરી જનાવર કરડી જવાના કારણે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીમાં ધુતારી પાસે રહેતા પૂજાબેન ભુપતભાઈ સરવૈયા (32) નામના મહિલા કોઈ કારણોસર  ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News