સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત


SHARE





મોરબીના પીપળીયા ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત

મોરબીના પીપળીયા ફગસીયા રોડ ઉપર યુવાન સૂતો હતો દરમિયાન ત્યાંથી ડમ્પર લઈને નીકળેલા શખ્સે ડમ્પર યુવાનના માથા ઉપરથી ફેરવી દેતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલ પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા રેખાબેન મોહનભાઈ પરમાર (42ડમ્પર નંબર જીજે 36 એક્સ 8924 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, પીપળીયાથી ફગસિયા જવાના રોડ ઉપર આવેલ શ્યામ માઇક્રોન કારખાના પાસે રોડ ઉપરથી ડમ્પરચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીના પતિ મોહનભાઈ હાનાભાઈ પરમાર રોડ ઉપર સુતા હોય તેના ઉપર ડમ્પર ચડાવી દીધું હતું અને માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી જેથી કરીને ફરિયાદીના પતિનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News