મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક કારખાનાના માટી ખાતામાં લોડરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





મોરબીના જાંબુડીયા નજીક કારખાનાના માટી ખાતામાં લોડરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાં માટી ખાતામાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે લોડરના ચાલકે યુવાનને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને માથા અને પેટના ભાગે ગંભીર જા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પાનસિંહ ગણેશભાઈ ભીલ (40એ લોડર નંબર જીજે 36 એસ 3026 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ કલેરોક સિરામિક કારખાનામાં તેમનો દીકરો નારાયણસિંહ ભીલ (20) માટી ખાતાની અંદર કામ કરી રહ્યો હતો દરમિયાન કામ કરતાં સમયે લોડરના ચાલકે ફરિયાદીના દીકરાને હડફેટે લેતા તેને માથા તેમજ પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી નારાયણસિંહનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ  સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લોડર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News