બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







































મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાનને અગાઉ બોલાચાલી ઝઘથયો હતો જેથી તે સામે વાળાને  બોલાવતો ન હતો જે બાબતનો ખાર રાખીને સામે વાળાએ યુવાનને ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પાડતા તેને ગાડીના પટ્ટા ટાઇટ કરવાના બકલ અને પટ્ટા વડે શરીરને માર માર્યો હતો તેમજ માથાના ભાગે ઈંટ મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ધીરુભાઈ રેણુકા (25)એ હાલમાં પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ બાવાજી તથા રાજુભાઈ દિલીપભાઈ બાવાજી રહે. બંને ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી અને આરોપી દિલીપભાઈને અગાઉ બોલાચાલી ઝઘડો થયો હતો અને ફરિયાદી આરોપીને બોલાવતા ન હોય જે બાબતનો ખાર રાખીને દિલીપભાઈએ ફરિયાદીને જાહેરમાં ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને ગાડીના પટા ટાઈટ કરવાના બક્કલ વડે ફરિયાદીને બંને પગના ઢીચણના ભાગે પટ્ટા મારીને તથા ડાબા હાથની કોણી અને મોઢા પાસે પટ્ટા મારીને ઇજાઓ કરવામાં આવી હતી જ્યારે આરોપી રાજુભાઇએ ઈંટના કટકા વડે ફરિયાદીને માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
















Latest News