મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ


SHARE







મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ
મોરબીના પીપળીયા ગામે રહેતો યુવાન મોડપર ગામે દેવીપુજક વાસમાં હતો ત્યારે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને બે શખ્સો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારે બે પૈકીના એક શખ્સે યુવાનને ગુપ્ત ભાગે પાટુ મારીને ઈજા કરી હતી અને બીજાએ ખભામાં હાંસળીના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

મોરબી તાલુકાના પીપળીયા ગામે રાજીવનગરમાં રહેતા ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા (35) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અક્ષયભાઈ વિનુભાઈ તથા ઉમેશભાઈ શાંતિલાલ રહે બંને મોડપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોડપર ગામે આવેલ દેવીપુજક વાસમાં ફરિયાદી હાજર હતો ત્યારે આરોપીઓએ અગાઉ થયેલ માથાકૂટ નો ખાર રાખીને ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યાર બાદ અક્ષય ભાઈએ ફરિયાદીને પકડી રાખીને ગુપ્ત ભાગે પાટુ મારીને ઇજા કરી હતી જ્યારે ઉમેશભાઈએ લોખંડનો પાઇપ ફરિયાદીને ડાબા ખભામાં હાંસળીન ભાગે મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News