મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના લાલપર ગામ પાસે સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર માં રહેતો યુવાન ત્યાં કુંડીમાં નાહવા માટે થઈને ગયો હતો દરમિયાન પગ લપસવાના કારણે તે પાણીમાં ડૂબી ગયો હતો અને યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લાલપર ગામ પાસે આવેલ કોરલ સિરામિક કારખાનાના લેબરકl કવાર્ટરમાં રહેતો નિતેશ રાજકુમાર શર્મા નામનો યુવાન ક્વાર્ટર પાસે આવેલ પાણીની કુડીમાં નાહવા માટે થઈને ગયો હતો ત્યાં કોઈપણ કારણોસર પગ લપસી જવાના કારણે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી યુવાનનું મોત નીપજ્યું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્ની પ્રિયા દેવી નીતેશભાઇ શર્મા રહે હાલ લાલાપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi #મોરબી 

 






Latest News