મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ


SHARE





મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ

સાંસદઓ અને ધારાસભ્યઓની સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં લોકપ્રશ્નો તેમજ વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાશે

મોરબી જિલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી આગામી તા. ૧૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે.જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર જરૂરી સમીક્ષા હાથ ધરવામાં આવશે.આ બેઠકમાં સાંસદઓ અને ધારાસભ્યઓ સહિત પદધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટે થયેલી કાર્યવાહીની ચર્ચા-વિચારણા કરાશે તથા જિલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરશે
જિલ્લામાં જુલાઈ-૨૦૨૬ માસનો ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ યોજાશે
મોરબી જિલ્લા કક્ષના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચકક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે  મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાનો આગામી જુલાઈ-૨૦૨૬ માસનો 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તા. ૨૩-૭ ના રોજ સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે, જેમાં અરજદારો પોતાના પ્રશ્નોની સીધી રજૂઆત કરી શકશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારોએ માર્ચ માસના કાર્યક્રમ માટે પોતાની અરજીઓ ૧૦ તારીખ સુધીમાં જે-તે વિભાગની જિલ્લા કક્ષાની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજીના મથાળે 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' તેવું સ્પષ્ટ લખવાનું રહેશે તેમજ અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર સહી સાથે દર્શાવવા અનિવાર્ય છે.

નોંધનીય છે કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરતા પહેલા અરજદારે ગ્રામ કે તાલુકા કક્ષાએ જવાબદાર અધિકારીને અગાઉ લેખિત રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેવા જ પ્રશ્નો અહીં ગ્રાહ્ય રાખવામાં આવશે. વધુમાં, નીતિવિષયક પ્રશ્નો, કોર્ટ મેટર હેઠળના કે સબ-જ્યુડિસ પ્રશ્નો, વ્યક્તિગત આક્ષેપો ધરાવતી અરજીઓ, સેવાકીય બાબતો જેવી કે પેન્શન અને પગારના પ્રશ્નો અથવા જે પ્રશ્નો અગાઉ ‘જિલ્લા સ્વાગત’ માં રજૂ થઈ ચૂક્યા હોય તેવી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. ૧૦ તારીખ પછી મળેલી અરજીઓ હવે પછીના માસના કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે




Latest News