સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે ઘરે એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE





મોરબીના રંગપર ગામે ઘરે એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતી પરિણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેને પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે પરણીતાનું મોત નીપજયું હતું જે બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા ભક્તિબા રાજદીપસિંહ ઝાલા (26) નામની મહિલાએ ગત તા. 30/6 ના રોજ સાંજના 6:30 વાગ્યાના અરસામાં પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો સાત વર્ષનો છે અને તેને સંતાનો એક પાંચ વર્ષનો દીકરો છે જોકે મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એસ.તિવારી ચલાવી રહ્યા છે
 

ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના મકનસર ગામે રહેતા ચેતનાબેન ગેલાભાઈ ચાવડા (21) નામની મહિલા કોઈ કારણોસર ઘરે હતી ત્યારે ત્યાં ફિનાઇલ પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.  
#morbi #મોરબી




Latest News