મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની પરશુરામ વસ્તીમાં ડો.ભીમરાવ આંબેડકર પાઠદાન કેન્દ્રનો શુભારંભ


SHARE







મોરબીની પરશુરામ વસ્તીમાં ડો.ભીમરાવ આંબેડકર પાઠદાન કેન્દ્રનો શુભારંભ

સેવા ભારતી ગુજરાત સંલગ્ન, ડો.હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ (મોરબી શાખા) દ્વારા લાલબાગ ઉપનગરની પરશુરામ વસ્તી ખાતે ડો. ભીમરાવ આંબેડકર પાઠદાન કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વસ્તીના બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો છે.આ શુભારંભ પ્રસંગે મોરબી જિલ્લા સહ સેવા પ્રમુખ શ્રી સતિષભાઇ પટેલ, નગર સહ સેવા પ્રમુખ લલિતભાઈ પાંડે અને અગ્રણી હરિભાઈ સરડવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કેન્દ્રના સંચાલનની જવાબદારી મંજુલાબેન ચૌહાણ સંભાળશે. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત શિક્ષણ મેળવી દેશના ઉત્તમ નાગરિક બનવા પ્રેરણા આપી હતી. વસ્તીના પરિવારો અને બાળકોમાં આ પ્રકલ્પને લઈને ભારે આનંદની લાગણી જોવા મળી છે.

સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ (રાજકોટ) મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ

સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ (રાજકોટ) મોરબી શાખા દ્વારા સેવા વિભાગ મોરબીના ઉપક્રમે મોરબી નગરના આંબેડકર ઉપનગર, લાયન્સ નગર ખાતે રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.સેવા ભારતી દ્વારા સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગની બહેનોને કૌશલ્ય આધારિત તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રમાં સૌંદર્ય પ્રસાધન (બ્યુટી પાર્લર) સંબંધિત તાલીમ આપવામાં આવશે, જેના દ્વારા બહેનો સ્વરોજગાર મેળવી આર્થિક રીતે સશક્ત બની શકશે.શુભારંભ પ્રસંગે મોરબી જિલ્લા સેવા પ્રમુખ ડૉ. જયદીપભાઈ કાંઝારિયાએ સેવા ભારતીના વિવિધ સેવા પ્રકલ્પોની માહિતી આપી અને જણાવ્યું કે સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના ધ્યેય સાથે આવા કૌશલ્ય કેન્દ્રો કાર્યરત કરવામાં આવી રહ્યા છે.કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ દસાડિયા, આંબેડકર ઉપનગર જાગરણ શ્રેણીના કાર્યવાહ  જયદીપભાઈ ભગત, હરિભાઈ સરડવા, પ્રહલાદભાઈ પંડ્યા તેમજ બજરંગ શિવણ કેન્દ્રના સંચાલક દિવ્યાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં ઉપસ્થિત આગેવાનોએ રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રના સફળ સંચાલન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. #morbi #મોરબી






Latest News