મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન


SHARE







મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન

મોરબી શહેરમાં માતા-પિતાથી અકસ્માતે વિખૂટી પડી ગયેલી એક ૩ વર્ષની માસૂમ બાળકીને વહીવટી તંત્રની સતર્કતા અને સંવેદનશીલતાના કારણે ગણતરીના કલાકોમાં જ તેનો પરિવાર પાછો મળી ગયો છે. ગત તા. ૩૦ જૂન, ૨૦૨૬ના રોજ બપોરબાદ ચાઇલ્ડ હેલ્પલાઇન મોરબીને ૧૦૯૮ પર બાળકી ગુમ થઈ હોવાનો કોલ મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક નાગરિકોના સહયોગથી સઘન શોધખોળ હાથ ધરીને રાત્રે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ બાળકીના વાલીને શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ શેરસિયા અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ બાળકીને તુરંત જ બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક તબક્કે વાલી પાસે ઓળખના જરૂરી પુરાવા ઉપલબ્ધ ન હોવાથી, બાળકીની સુરક્ષા અને સર્વોચ્ચ હિતને ધ્યાને રાખી સમિતિના નિર્ણય અનુસાર તેને ખોખરા હનુમાન (બેલા) સ્થિત શિશુગૃહમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. આગલા દિવસે એટલે કે, ૦૧ જુલાઈના રોજ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી રમાબેન ગડારા તેમજ સભ્યો સર્વશ્રી ખુશ્બૂબેન કોઠારી, પિયુતાબેન નાદપરા અને દીપાબેન રાવલ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વાલી દ્વારા ઓળખની ખરાઈ માટે રજૂ કરાયેલા બે સ્વતંત્ર સાક્ષીઓની ઝીણવટભરી પૂછપરછ અને પુરાવાની ચકાસણી કર્યા બાદ સમિતિએ બાળકીને તેના અસલી માતા-પિતાને સુપ્રત કરી હતી.






Latest News