મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ


SHARE







મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ

મોરબીમાં રાત્રિના સમયે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, એક અજાણ્યા વૃદ્ધા ઘુટુ ગામે શેરીમા રસ્તામાં ઘણા સમયથી બેઠા છે વૃદ્ધા શું બોલે છે તે કશું જ સમજાતું નથી અને સરખું સરનામું પણ આપતા નથી તેમજ વૃદ્ધા ગભરાયેલ હાલતમાં છે જેથી અભયમ મહિલા હેલ્પલાઇનની ટિમ ત્યાં પહોચી હતી.

ત્યાર બાદ અભયમની ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ તેમજ પાયલોટ વિરમભાઇ જીડએ વૃદ્ધને ભોજન કરાવ્યુ હતું ત્યાર બાદ સાંત્વના આપીને તેની સાથે વાતચીત કરી હતી ત્યારે વૃદ્ધાજણાવ્યું હતું કે મારું વતન હાલ એમ.પી. છે પરંતુ મારો દિકરો અને દિકરાની વહુ મોરબીમાં એક કંપનીમાં મજુરી કામ કરે છે છેલ્લા એક મહિનાથી હું મારા દિકરા અને વહુ સહિતનાં પરિવાર સાથે મોરબીમાં રહું છું મને મોરબી રહેવું ફાવતું ન હોય અને મારાં ઘરની એમ.પી.ની યાદ આવતી હતી જેથી મારો દિકરો અને દિકરાની વહુ મજુરી કામ કરવા માટે ગયા હતા ત્યારે હું ઘરે એકલી હતી અને મારે મારા ઘરે એમ.પી.મા જવું હતું જેથી હું મોરબી રેલ્વે સ્ટેશન જવા માટે નીકળી હતી જો કે, રેલ્વેસ્ટેશનનો રસ્તો ભુલી ગઈ હતી. ત્યારબાદ વૃદ્ધાના દિકરાનો સંપર્ક કર્યો હતો અને ત્યારે વૃદ્ધાના દીકરાએ કહ્યું હતું એમ.પી.મા પરિવારના કોઈ સભ્ય રહેતા નથી અને તેઓની માતાને મોરબીમાં રહેવું ફાવતું ન હોય વારંવાર તેઓ ઘરેથી નીકળી જાય છે. જેથી વૃદ્ધા અને તેના દીકરાને જરૂરી માર્ગદર્શન આપીને વૃદ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.






Latest News