ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં


SHARE







































હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં

હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર બાઇકને છોટા હાથીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા યુવનને સારવારમાં ખસેડવામાં આવેલ છે જયારે ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે સ્કોર્પિયો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં ઇજા પામેલા યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવેલ છે.

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા શક્તિસિંહ બળવંતસિંહ વાઘેલા (33)એ છોટા હાથી નંબર જીજે 36 વી 7895 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપરથી સાહેદ પોતાનું બાઈક નંબર જીજે 13 એન 7314 લઈને પસાર થઈ રહ્યા હતા અત્યારે છોટા હાથીના ચાલકે સાહેદના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં સાહેદને બંને પગમાં ફેક્ચર જેવી ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને હાલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

ટંકારાના કલ્યાણપર રોડ ઉપર આવેલ સરાણિયા વાસમાં રહેતા ગુલમામદભાઈ દરિયાખાન ચૌહાણ (68)એ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એઆર 0686 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેનો દીકરો જીગર ગુલમામદભાઈ ચૌહાણ પોતાનું બાઈક નંબર જીજે 36 બીસી 4146 લઈને ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્કોર્પિયો ગાડીના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરાને હાથે, પગે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયોના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કદી શરૂ કરેલ છે
















Latest News