મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ


SHARE







મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ

હૃદય બંધ પડેલા વેન્ટિલેટર ઉપરના દર્દીને સફળ પ્રયાસોથી બચાવ્યો જીવ, દર્દીને પુન:ર્જીવન

23 જૂન, 2026, ના રોજ એક 60 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમા ઈમરજન્સી વિભાગમાં આવ્યા, ત્યારે ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયુ કે દર્દીનું હ્રદય બંધ પડી ગયુ છે, શ્વાસ અટકી ગયો છે, આથી દર્દીની  મરણાવસ્થાને ધ્યાનમાં લેતા તાત્કાલિક આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા તેમને CPR આપીને દર્દીનું બંધ પડી ગયેલું હ્રદય ફરીથી ધબકતુ કરવામાં આવ્યુ અને દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર પર લેવામાં આવ્યા, આગળ ઊંડાણમાં તપાસ કરતા જણાયુ કે દર્દી ના હ્રદય,ફેફસાં, કિડની આમ શરીર ના ખૂબજ મહત્ત્વના ત્રણેય અંગોમા ખૂબજ મોટું ડેમેજ થયેલુ હતુ, દર્દીના શરીરમાં ઝેરી CO2 વાયુ નું લેવલ ખૂબજ વધી ગયુ હતુ, લોહીમા એસિડ નું પ્રમાણ અતિશય વધી ગયુ હતુ, લોહીની ટકાવારી પણ અત્યંત ઓછી હતી, આમ દર્દીની આટલી બધી જીવલેણ બીમારીઓ એક સાથે લાગુ પડેલી હોવા છતા આયુષ હોસ્પિટલમા ડો. સત્યજીતસિંહ જાડેજાની સચોટ સારવારના પગલે દર્દીને ખૂબ સારુ થય જતા માત્ર 8 દિવસમાં દર્દીની હોસ્પિટલમાંથી હસતા મોઢે રજા આપવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના મરણાસન્ન અવસ્થામાં આવેલા કેસ ક્રિટિકલ કેર ક્ષેત્રે ખૂબજ પડકારજનક માનવામાં આવે છે અને આવા અનેક કેસમાં આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજાની આગેવાનીમાં અનેક દર્દીઓ ને નવજીવન આપી દર્દી અને તેમના પરિવારને સતત આશાની સાથે ખુશી આપવામાં આવી છે.






Latest News