સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો


SHARE





મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો

મોરબીની રફાળેશ્વર ચોકડીથી આગળના ભાગમાં જીઆઇડીસી પાસેથી રિક્ષાની ચોરી કરવામાં આવી હતી જેથી અજાણ્યા શખ્સની સામે રીક્ષા ચોરીની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જે બે લાખ રૂપિયાની કિંમતની રિક્ષા સાથે મોરબી તાલુકા પોલીસની ટીમે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં આઈ બ્લોક નંબર 220 માં રહેતા જયદીપભાઇ ચંદુભાઈ ચાવડા (20)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે વાહન ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીની રફાળેશ્વર ચોકડીથી આગળ જીઆઇડીસી પાસે પોલીસ હેડ કવાર્ટરના ખૂણા નજીક ફરિયાદી તેની રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 4543 પાર્ક કરીને મૂકી હતી તે બે લાખ રૂપિયાની કિંમતની રીક્ષાની અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરાઇ છે. જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ, ઘેટીયાની સૂચના મુજબ માણસો તપાસ કરી રહ્યા હતા તેવામાં જામનગર ખંભાળિયા હાઇવે રોડ ઉપર આવેલ જાખર ગામના પાટીયા પાસેથી મોરબી તાલુકા વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ રીક્ષા સાથે આરોપી કલ્પેશભાઈ ભુરાભાઈ પરમાર રહે. ગવરીદળ તાલુકો રાજકોટ મૂળ રહે. છતર વાળાને હસ્તગત કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી બે લાખ રૂપિયાની કિંમતની રીક્ષા પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એસ.સોંદરવા તેમજ સ્ટાફના માણસો અને જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમના પોલીસ કોન્સ્ટેબલ જસાભાઈ ડાંગર અને પ્રદિપસિંહ સોઢા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી




Latest News