મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ


SHARE











મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ
દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી દ્વારા દેશમાં સહકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે આપવામાં આવેલા “સહકાર થી સમૃદ્ધિ” ના સંકલ્પ અન્વયે મોરબી જિલ્લામાં ૨૯ જૂન થી ૦૬ જુલાઈ ૨૦૨૬ દરમિયાન રાષ્ટ્રીય સહકાર સપ્તાહની કરવામાં આવી રહી છે.આ ઉજવણીના પ્રથમ દિવસે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) ડૉ. બી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં “સહકાર પ્રતિજ્ઞા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત છેવાડાના માનવી સુધી સહકારી ક્ષેત્રની ઉમદા ભાવનાને વધુ મજબૂત કરવા અને જન-જન સુધી સહકારિતાનો પાવન સંદેશ પહોંચાડી આર્થિક ઉત્કૃષ્ટતા લાવવાના ઉદ્દેશ્ય સાથે મોરબી જિલ્લાની વિવિધ સહકારી બેંક, દૂધ ઉત્પાદક સહકારી સંઘો, ખરીદ-વેચાણ સંઘો, તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) તેમજ ગ્રામ્ય સ્તરની પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ ખાતે વિશેષ આયોજન કરાયું હતું. જેમાં સંસ્થાઓના પદાધિકારીઓ, વહીવટી કર્મચારીઓ અને ઉપસ્થિત સભાસદોએ એકત્રિત થઈને પરસ્પર એકતા અને સહકારના શપથ ગ્રહણ કર્યા હતા, તેમ મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.






Latest News