સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે


SHARE





રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે

1 જુલાઈના રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે શ્રી આર્યતેજ હોમિયોપેથી અને જનરલ હોસ્પિટલ તેમજ શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ-મોરબી દ્વારા જન આરોગ્ય સેવાના ઉદ્દેશ્યથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને હોમિયોપેથીક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ 1 જુલાઈને બુધવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી રામધન આશ્રમ, મહેન્દ્રનગર મોરબી ખાતે યોજાશે.કેમ્પમાં કોલેજના અનુભવી અને નિષ્ણાત હોમિયોપેથીક ડૉક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે દવા અને સારવાર આપવામાં આવશે.

આ કેમ્પમાં પથરી, પિત્તાશયની પથરી, હરસ-મસા, દમ (અસ્થમા), એલર્જી, ચામડીના વિવિધ રોગો, સોરાયસિસ, સફેદ ડાઘ, ખરજવું, શીળસ, ગાઉટ, સાંધાના દુખાવા, માઇગ્રેન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, એસિડિટી-ગેસ, કબજિયાત, પેટના રોગો, ખરતા વાળ, વંધ્યત્વ, મહિલાઓમાં માસિકની અનિયમિતતા, સફેદ પાણી, બાળકોના વિવિધ રોગો, નબળી રોગપ્રતિકારક શક્તિ, પથારીમાં પેશાબ કરવાની સમસ્યા તેમજ વિવિધ માનસિક રોગો સહિત લાંબા સમયથી ચાલતા અને વારંવાર થતાં અનેક રોગોની હોમિયોપેથીક સારવાર ઉપલબ્ધ રહેશે. વધુમાં આયોજકોજણાવાયું છે કે હોમિયોપેથી પદ્ધતિ દ્વારા કુદરતી અને આડઅસર વિનાની સારવાર આપવામાં આવે છે. તેથી વધુમાં વધુ નાગરિકોએ આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News