મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ


SHARE







પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના ઘર પાસે તે આંટા ફેરા કરતો હતો જેથી યુવતીના માતા-પિતા, ભાઈ સહિતના કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવેલ હતો અને યુવાનને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો તેમજ યુવાનને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જે બનાવ સંદર્ભે યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જ્યારે સામા પક્ષેથી પણ ફરિયાદ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવ સંદર્ભે સામ સામે ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા વાળી શેરીમાં રહેતા ચિરાગભાઈ રણજીતભાઈ સનુરા (26એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિરંજનભાઈ બિંદ તેના પત્ની મંજુબેન બિંદ, તેનો દીકરો હિમાંશુ, તેનો ભાણેજ ચંદન અને મોહન આમ કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી નિરંજનભાઇ અને મંજુબેનની દીકરી સાથે તેને પ્રેમ સંબંધ હોય તે અવારનવાર તેઓના ઘર પાસે આવજા કરતો હોય જે તેઓને સારું નહીં લાગતા ફરિયાદી તથા સાહેદો ત્રાજપર ગામ પાસે આવેલ ઓરિએંટલ બેન્ક વાળી શેરીમાં બેઠા હતા ત્યારે મંજુબેન અને હિમાંશુ બંને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને ઝાપટો મારીને ગાળો આપી હતી તેમાં ઠામ પતાવી દેવાની ધમકી આપી હતી ત્યાર બાદ નિરંજનભાઇ અને તેના બંને ભાણેજ સ્થળ ઉપર આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢિકાપાટુનો માર માર્યો હતો તેમજ નિરંજનભાઇએ સાહેને માથાના ભાગે છુટા પથ્થરના ઘા મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જ્યારે મોહનએ તેની પાસે રહેલ રીવોલ્વર જેવા હથિયારમાંથી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જ્યારે સામાપક્ષેથી પાવન પાર્ક સોસાયટી શેરી નં. 4 માં રહેતા હિમાંશુ નિરંજનકુમાર બિંદુ (22)એ બી ડિવિઝનમાં ચિરાગ સનુરા, રાહુલ અને કરણ નામના ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, તેઓના ઘર પાસે છેલ્લા ચારેક મહિનાથી આરોપી ચિરાગ સનુરા આટા મારતો હતો અને ઘર પાસે ખોટા અવાજ કરતો હતો જેથી ફરિયાદીએ તેને ફોન કરતા આરોપીએ ત્રાજપર ગામે ઓરિએન્ટલ બેંક વાળી શેરીમાં ફરિયાદીને બોલાવતા ફરિયાદી તેની માતા સાથે ત્યાં ગયો હતો અને ત્યારે ચિરાગ સનુરા સહિતના ત્રણે શખ્સો ત્યાં હાજર હતા અને ફરિયાદી તથા તેના પિતાને ગાળો આપતા હતા અને ફરિયાદીને માર માર્યો હતો. તેમજ ચિરાગ સનુરાએ ફરિયાદીને માથાના ભાગે પથ્થર મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News