મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા


SHARE







મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા

મોરબીના પીપળીયા ગામે પાંચ વર્ષ પહેલા મંદિરના રૂપિયા ઉઘરાવવા બાબતે હાજરીમાં રાખેલ માણસને હાજરીના રૂપિયા મળ્યા ન હતા જેથી તે રકમની યુવાને માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાઇ ગયેલા બે શખ્સે જપાજપી કરી હતી અને યુવાનને છરીનો ઘા માર્યો હતો જેથી યુવાનનું મોત નિપજયુ હતુ જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

કેસની મળતી માહિતી મુજબ ફરિયાદીના ભાઈ અબ્દુલભાઈ અને સલીમભાઈ બંને પીપળીયા ગામમાં શંકર મંદિર ફરતે વંડો બનાવવાના હતા જેથી ત્યથી નીકળતી રેતીની ગાડી વાળા પાસેથી ધર્માદાના રૂપિયા ઉઘરાવતા હતા અને પીપળીયા ગામના પૃથ્વીરાજસિંહે હાજરીમાં રાખ્યા હતા જો કે, હાજરીના રૂપિયા આરોપી પાસેથી ફરિયાદીના ભાઈ અબ્દુલને લેવાના બાકી હતા તે રકમની માંગણી કરવામાં આવી હતી જેથી બંને આરોપી સલીમ ઇલ્યાસ કામોરા અને અનવર ઇકબાલ કામોરાઓએ અબ્દુલ સાથે તા. 16/10/21 ના રોજ રાતે બોલાચાલી કરી હતી અને તેને છરીનો ઘા માર્યો હતો જેથી ગંભીર ઇજા થવાથી અબ્દુલનું મોત નીપજયું હતું અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. આ કેસ મોરબીના ત્રીજા એડીશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટ ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ 15 મૌખિક અને 28 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા તેમજ ધારદાર દલીલો કરી હતી જેને માન્ય રાખીને કોર્ટે આરોપીઓ સલીમ ઇલ્યાસ કામોરા અને અનવર ઇકબાલ કામોરાને આજીવન કેદની સજા અને 5-5 હજારનો દંડ કર્યો છે.






Latest News