મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ


SHARE







મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આંબેડકર ઉપનગર-મોરબી) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે હિન્દુ સામ્રાજ્ય દિવસ તરીકે ઉજવાઇ છે દરમ્યાન ગઇકાલે તા.૨૮ જૂનના રોજ રાત્રે નવ વાગ્યે બાઇક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલી મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કપિલા હનુમાનજી મંદિર પાસેથી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા તેના તમામ આયામોના કાર્યકર્તાઓ જોડાયા હતા. હિન્દુ સામ્રાજ્ય દિવસ હિન્દુ શૌર્ય, સ્વાભિમાન અને એકતાનું પ્રતિક માનવામાં આવે છે. અને છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ગૌરવશાળી સ્મૃતિને જીવંત રાખવાના હેતુથી મોરબીમાં બાઇક મશાલ રેલી યોજાઇ હતી આ રેલીને સફળ બનાવ માટે અને હિન્દુ એકતાનો સંદેશ પ્રસરાવા માટે હિન્દુ સંગઠનો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News